ગતરાત્રીથી સમગ્ર ગુજરાત રાજ્યને પણ લોક ડાઉન કરી દેવાયુ છે. ત્યારે આજે નર્મદા જિલ્લામાં પણ પોલીસ દ્વારા કડક પગલાં લઈ કામ વગર આમ તેમ ફરતા તત્વોને ઘરે પરત મોકલા હતા. ઉપરાંત નગરમાં રીક્ષા ફેરવી ખાસ લોક જાગૃતિ માટે એનાઉન્સમેન્ટ કરાયું હતું. જેમાં લોકોને અપીલ કરાઈ હતી કે હાલમાં કોરાના વાયરસના ભયને કારણે ગુજરાતમાં લોક ડાઉન હોવાથી લોકોએ બિન જરૂરી ઘરની બહાર નીકળવું નહીં ઘરમાં રહો અને ઘરમાં રહીને પોલીસને સાથ સહકાર આપવો ઘરમાં રહો અને સુરક્ષિત રહો જે પોલીસને સાથ સહકાર નહી આપે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઘરમાં રહો સુસક્ષિત રહો તેમ જણાવાયું છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement