Proud of Gujarat
FeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વસરાવી ગામે એક કોરોના વાયરસનો કેસ પોઝિટીવ નીકળતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે.

Share

માંગરોળ તાલુકાના વસરાવી ગામે એક કોરોના વાયરસનો કેસ પોઝિટીવ નીકળતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામી છે. શહેરી વિસ્તારો જેવા કે સુરત, વડોદરા, અમદાવાદ શહેરોમાં કેસ નોંધાયેલા જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો ન હતો.ગ્રામ્ય વિસ્તારનો પ્રથમ કેસ નોંધાયો. આ કેસ વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય વિભાગ અંદરના વસરાવી ગામે નોંધાયો છે. વસરાવી ગામનો એક પેસેન્જર પૂનામાંથી સાઉદીથી પુનઃ વસરાવી આવ્યો હતો. કોરોના વાયરસ પોઝિટિવ આવતા તેને સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે અને તેમની સાથે સંપર્કમાં આવેલા 12 જેટલાં વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના પર માંગરોળ આરોગ્ય ખાતું નજર રાખી રહ્યું છે. આ અંગેની માહિતી માંગરોળ ટી.એચ.ઓ.ડો . શાન્તા કુમારીએ આપી હતી.

Advertisement

Share

Related posts

વડોદરાના રિસર્ચરે લગ્નમાં મહેમાનોને ભેટ આપ્યા ચકલીના માળા

ProudOfGujarat

નવરાત્રિના દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા: હવામાન વિભાગ

ProudOfGujarat

ઝઘડિયા ખાતે ચરતી બકરીઓ ભગાડવાની ના પાડતા પશુપાલક પર કુહાડીથી હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!