રાજ્યમાં કોરોનાને નાથવા કલમ ૧૪૪ અંતર્ગત તકેદારી માટે કડક પગલા ભરાઇ રહ્યા છે.ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાનું જાહેરનામું બહાર પડાઇ ચુક્યુ છે.ત્યારે લોકો આ વસ્તુઓ ખરીદવા પડાપડી ના કરે અને તકેદારીના નિયમો જળવાઇ તે માટે કાળજી રાખે તે પણ જરૂરી બાબત ગણાય.રાજપારડીના એક વેપારી દ્વારા આ બાબતે જાગૃતિ અપનાવીને જરૂરી નિયમ જળવાઇ તે માટે એક પ્રેરણાદાયી અને પ્રસંશનીય પગલુ ભરાયેલું જોવા મળ્યું.રાજપારડીના અનાજ કરિયાણાના વેપારી મોઇનભાઇ ખત્રી અને તેમના ભાઇ જાબીરભાઇએ દુકાનના ઓટલાની આજુબાજુ કાથીની દોરીથી સીમા બનાવી છે અને સુચના આપતા પાટિયાં મુક્યાં છે.
જેથી ગ્રાહકો એક પછી એક ખરીદી કરવા આવી શકે અને ટોળુ એકત્ર ન થાય.દરેકે માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો તેમજ એક પછી એક એમ વારાફરતી ખરીદી માટે આવવું આમ સુચના આપતા પાટિયાં મુકતા આ વાત બધા વેપારીઓ માટે પ્રેરણા આપતી વાત બની છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ
રાજપારડીનાં વેપારીનો તકેદારી માટે નવતર પ્રયોગ દુકાનનાં ઓટલાની આજુબાજુ દોરીથી સીમા બનાવી સુચના આપતા બોર્ડ મુકયા.
Advertisement