નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન મુજબ રાજપીપળા સહિત સમગ્ર નર્મદામાં પોલીસ ટીમો ખડે પગે રહી લોકડાઉનનું પાલન કરી રહી છે, લોકોના હિત માટે અત્યંત જરૂરી કામગીરીમાં લોકોએ પણ પૂરતો સહકાર આપવો પડશે. પોલીસ પ્રજાના રક્ષણ માટે તો છે જ પરંતુ કોરોના જેવી મહામારીના સમયે પોતાની પરવાહ ન કરી નર્મદા પોલીસ હાલમાં પ્રજાની ફિકરમાં લાગી હોય પ્રજાના મિત્ર તરીકે માસ્ક બાંધવું, કામ વગર બહાર ન જવું જેવી બાબતો સમજાવી મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. એ લોકડાઉન સમયે જોવા મળ્યું ત્યારે આપણી પણ ફરજ બને છે કે પોલીસ કામગીરીમાં પુરતો સહકાર આપવો જોઇએ. નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ગત રાત્રીથી ગુજરાત લોકડાઉન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે નર્મદા જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે ઉપરાંત સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો ફેલાવનાર સામે પોલિસ કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું ઉપરાંત તમામ લોકોને અપીલ પણ કરી છે કે સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ કે ખોટા મેસેજ ફેલાવવા નહીં અને સરકારી તંત્રને સહકાર આપો.
રાજપીપળા, આરીફ જી કુરેશી
રાજપીપળા સહિતનાં નર્મદાનાં તમામ પ્રવેશદ્વાર પર પોલીસ કાફલો હોવાથી કારણ વગર પ્રવેશ નહિ અપાઈ.
Advertisement