વિશ્વવ્યાપી કોરોનાએ ભારતમાં પણ પ્રવેશ કરતા દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓ જણાયાછે.ત્યારે પ્રશાસન દ્વારા ચાંપતા પગલા ભરાઇ રહ્યા છે.લોકો ટોળે વળીને એક જગ્યાએ એકત્ર ના થાય તે માટે કલમ ૧૪૪ અન્વયે નિયમોની જાળવણી કરવા પોલીસ દ્વારા ચાંપતા પગલા લેવાઇ રહ્યા છે.ભરૂચ જિલ્લાના મહત્વના વેપારી મથકો ગણાતા રાજપારડી અને ઉમલ્લા-દુ,વાઘપુરા ગામે ગ્રામ પંચાયતો તેમજ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવીને લોકોને નિયમોની જાળવણી કરવા સમજ આપવામાં આવી રહી છે.અનાજ, કરિયાણું, દુધ, શાકભાજી, ફ્રુટ અને દવાઓ જેવી આવશ્યક અને જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રખાતા બંને મથકો સાથે સંકળાયેલા ગામોની જનતા જરૂરી ખરીદી માટે બજારોમાં આવેલી જણાતી હતી.સ્થાનિક પોલીસના જવાનો બજારોમાં ઉભેલા જણાતા હતા.ઉલ્લેખનીય છે કે આજે કોરોના ઇફેક્ટ અંતર્ગત કટોકટીનો સમય ચાલી રહ્યો છે ત્યારે જનતાએ પણ નિયમોની જાળવણી માટે તંત્રને પુરો સહયોગ આપીને કોરોના સામેની તકેદારી રાખવા સહાયરૂપ થવુ પડશે અને જનતા જો આ બાબતે જાગૃતિ અપનાવે તો જ આપણે ધાર્યુ પરિણામ મેળવવા સક્ષમ બની શકીશું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી