Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદરમાં ધારા ૧૪૪ નું પાલન કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી.

Share

સમગ્ર ભારતમાં કોરોના વાઈરસના કેસોમાં વધારો થઈ રહયો છે ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા બાહર પાડવામા આવેલ જાહેરનામાનું પાલન કરાવા માટે વિસાવદર પ્રાંત અધિકારીના માર્ગદર્શન નીચે વિસાવદર મામલતદાર આર.વાઈ.ગોસાઈ. ટી.ડી.ઓ, માનાવદરા, આરોગ્ય અધિકારી ડો.વાંજા, નગરપાલિકા ચીફ ઓફિસર પટેલ, અરુણ ભટ્ટ અને પી.આઈ,પટેલ તેમજ પોલીસ સ્ટાફ સાથે વિસાવદર શહેરી વિસ્તારમાં ધારા-૧૪૪ નું પાલન કરાવા માટે નિકળયા હતા.

તેમજ લોકોને સરકારી સૂચનાઓનું પાલન કરવામાં આવે તેમજ બિન જરૂરી ઘર બહાર ન નીકળે તેવી સૂચના આપેલ હતી. આ જાહેર નામું તા-૨૦/૩/૨૦૨૦ ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તા-૩૧/૩/૨૦૨૦ સુધી આ જાહેર નામાં ની અમલવારી કરવામાં આવશે. આ જાહેરનામામાં દૂધની ડેરી, અનાજ કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર અને શાકભાજીવાળા વેપારીઓ તેમની દુકાનો ખુલ્લી રાખી શકશે.

Advertisement

Share

Related posts

વિશ્વ પર્યાવરણ દિને રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું.

ProudOfGujarat

કોરોનાનું વધતું સંક્રમણ: પ્રમુખ સંજય સોની ઉતર્યા મેદાનમાં, ભીડભાડ વાળી જગ્યાએ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં ધનતેરસ નિમિત્તે લોકો સોના-ચાંદીની ખરીદી કરવા માટે ઉમટી પડયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!