ભરૂચ જીલ્લામાં સોશિયલ મીડિયા ઉપર કેટલાક ખોટાં બિન પાયેદાર મેસેજ ફરી રહ્યા છે જેમાં દૂધધારા ડેરીએ આજે જાહેરાત કરી છે કે પૂરતા પ્રમાણમાં દૂધ છે અને લોકોને રોજ મળતા દૂધ પ્રમાણે નિયમિત દૂધ મળતું રહેશે. જીલ્લામાં કોરોના વાઇરસથી હાલ તો કેટલાક ખોટાં બિન પાયેદાર અફવા ફેલાવતા મેસેજ વહી રહ્યા છે. જેમાં આજે દૂધધારા ડેરીએ પ્રેસનોટ રીલીઝ કરી છે કે જીલ્લાનાં લોકોને રોજ નિયમિત મળતું દૂધનો જથ્થો મળી રહેશે. દૂધધારા ડેરીમાં હાલ કર્મચારીઓ કામદારોને જરૂરી સૂચના આપી કામ કરાવવામાં આવી રહ્યું છે. પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો છે જીલ્લાનાં લોકોને દૂધની કોઈ જ કમી નહીં પડે તેમ જણાવી ખોટી અફવા અને સોશિયલ મીડિયા પરની અફવા પર ધ્યાન નહીં આપવા અપીલ કરી છે.
Advertisement