કોરોના વાઇરસનાં કારણે નેત્રંગ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર તેમજ પૌરાણિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા કડિયા ડુંગર ખાતે પણ આશ્રમ મંદિર ભાવિક ભકતજનો તેમજ યાત્રિકો માટે 31 માર્ચ સુધી બંધ રહેશે. કોરોના વાઇરસનાં હાહાકારને લઈને રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જન આરોગ્યની સુખાકારીને ધ્યાન પર લઈને ભીડભાડવાળી જગ્યાઓ પર માનવ વસ્તી એકત્ર ના થાય તેને અનુલક્ષીને શાળા, કોલેજો, મોલો વગેરે 16 મી માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જયારે નેત્રંગ ટાઉનમાં ઝંખવાલ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ભાવિક ભક્તજનોનાં દર્શન માટે 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિરનાં સંત ભક્તિ વલ્લભ સ્વામી દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામથી 5 કી.મી નાં અંતરે આવેલ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતાં કડિયા ડુંગર ખાતે પરમ પૂજય ગંગાદાસ મહારાજનાં આશ્રમ ખાતે આવેલ સમાધિ મંદિર, હનુમાન મંદિર તેમજ માં માનસા દેવીજીનું મંદિર પણ યાત્રિકો તેમજ ભાવિક ભકતજનો માટે 31 માર્ચ સુધી બંધ રહેશે. તેમજ ચૈત્રી પૂનમના દિવસે રખવામાં આવતો ભંડારો તેમજ હવન કાર્યક્રમ પણ બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
કોરોના વાઇરસનાં કારણે નેત્રંગનું સ્વામિનારાયણ મંદિર તેમજ કડિયા ડુંગર ખાતે આશ્રમ મંદિર 31 માર્ચ સુધી બંધ રહેશે.
Advertisement