ભરૂચ શહેરનાં ફાટાતળાવમાંથી ઝડપાયેલા આંકડાનાં જુગાર બાદ 7 પોલીસ કર્મચારીની બદલી બાદ પી.આઇને સસ્પેન્ડ કરી પાંચ પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. ભરૂચ શહેરનાં ફાટાતળાવ વિસ્તારમાં આંકડાનો જુગાર પર સ્ટેટ વિઝીલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં 7 પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ કવાટર્સ ખાતે બદલી કરી દેવામાં આવી હતી. આ દરમ્યાન ભરૂચ બી ડિવીઝન પોલીસ મથકનાં પી.આઇ શર્મા સામે બરતરફની તલવાર લટકતી હતી ત્યાં આજે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બી.ડિવીઝન પોલીસ મથકનાં પી.આઇને હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે જીલ્લાનાં પાંચ પોલીસ અધિકારીઓની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. જેમાં ભરૂચનાં સી.ડિવીઝનનાં પી.આઇ વી.બી.કોઠીયાને ભરૂચ બી.ડિવીઝન પોલીસ મથકનાં પી.આઇ તરીકે બદલી કરવામાં આવ્યાં છે. જંબુસરનાં પી.આઇ બી.એમ રાઠવાને ભરૂચ તાલુકા પોલીસ મથકનાં પી.આઇ તરીકે મૂકવામાં આવ્યાં છે અને ભરૂચ તાલુકાનાં પી.આઇ એ.બી.ચૌધરીને જંબુસર તાલુકા પોલીસ મથકમાં પી.આઇ તરીકે મુકાયા છે. અંકલેશ્વરનાં સી.પી.આઇ ડી.પી. ઉનડકટને ભરૂચ સી. ડિવીઝનનાં પી.આઇ તરીકે મૂકયા છે. સી.પી.આઇ ભરૂચ બી.જી. વસાવાને વાલિયા પોલીસ મથકનાં પી.આઇ તરીકે મૂકવામાં આવ્યાં છે. આમ ભરૂચ શહેરનાં ફાટાતળાવ વેરાગીવાડનાં જુગારે એક પોલીસવાળાનાં હપ્તા લેવાની જીદ અને જુગારવાળાને ફાઇનાન્સ કરવાને પગલે પી.આઇને ભોગવવાનો વારો આવ્યો. સાથે સાથે અન્ય પોલીસ અધિકારીઓની પણ આંતરિક બદલીઓ થઈ.
ભરૂચ જીલ્લાનાં પાંચ પોલીસ અધિકારીની બદલી બી. ડિવીઝનનાં પી.આઇ શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
Advertisement