કોરોના વાઇરસને લઈને 22 મી માર્ચનાં રોજ જનતા કરફર્યુંની ધોષણા કરવામાં આવતા ભરૂચ એસ.ટી વિભાગની તમામ રૂટોની બસો તેમજ ડેપો સવારનાં 7 થી રાત્રીનાં 9 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય એસ.ટી વિભાગ ભરૂચ દ્વારા કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસને લઈને પ્રધાનમંત્રી મોદીજી દ્વારા રાષ્ટ્રજોગ સંબોધનમાં આ વાઇરસને લઈને તા.22 માર્ચને રવિવારનાં રોજ જનતા કરફર્યુ માટે ધોષણા કરવામાં આવતા તેના અનુસંધાનમાં ભરૂચ એસ.ટી વિભાગનાં વિભાગીય નિયમકને મળેલ આદેશને લઈને વર્તુળમાં આવતા તમામ ડેપો તેમજ તમામ રૂટોની બસો સવારનાં 7 વાગ્યાથી લઈને રાત્રીનાં 9 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની મુસાફર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે. બીજી તરફ ભરૂચ વિભાગમાંથી અંકલેશ્વર, જંબુસર, રાજપીપળા, ભરૂચ ડેપોમાંથી મહારાષ્ટ્ર રાજયમાં જતી તમામ એસ.ટી બસો ગુજરાતની બોર્ડર સુધી દોડાવવામાં આવશે તેમ વિભાગીય નિયામક એસ.ટી ભરૂચનાં મત્રોજાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે.
22 મી માર્ચએ જનતા કરફર્યુંને લઈને ભરૂચ એસ.ટી વિભાગની તમામ રૂટોની બસો તેમજ તમામ ડેપો સવારનાં 7 થી રાત્રીનાં 9 વાગ્યા સુધી બંધ રહેશે.
Advertisement