સુરત સરથાણા ગણેશ ડેરી એન્ડ સ્વીટ દુકાનની સામે તક્ષશીલા આર્કેડ નજીક ACB એ કામરેજના મહિલા તલાટી કમ મંત્રીના વાઉચરને 71 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો છે. આજે સવારે કરાયેલા આ ઓપરેશનમાં ACB બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સીમાડી ગ્રામ પંચાયત કચેરીનું બાંધકામ તથા આંગણવાડી રીનોવેશનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યા બાદ બાકી નીકળતી 1.60 લાખની રકમ મંજૂર કરાવવા 71 હજારની લાંચ માગવામાં આવી હતી. એન.પી.ગોહિલ (મદદનીશ નિયામક,એ.સી.બી. સુરત એકમ) એ જણાવ્યું હતું કે, કામરેજ સીમાડી ગ્રામ પંચાયતની કચેરી અને આંગણવાડીનું રીનોવેશન કામગીરી કરાઈ હતી. જે તે સમયે એટલે કે ઓગષ્ટ-2019માં રૂપિયા 10.60 લાખના પૈકી કોન્ટ્રાક્ટરને રૂ. 9 લાખ ગ્રામપંચાયતમાંથી ચૂકવી દેવાયા હતા અને 1.60 લાખ બાકી રખાયા હતા. જેને લઈ કોન્ટ્રાક્ટર વારંવાર બાકી નીકળતી રકમને લઈ કચેરીના ધક્કા ખાતા હતા. જોકે, આ રકમ મંજુર કરાવવા કચેરીના તલાટી કમ મંત્રીએ 71 હજાર માંગ્યા હતા. જેથી કોન્ટ્રાક્ટરે નવસારી ACBમાં ફરિયાદ કરી હતી. આજે તપાસ અધિકારીએ મોબાઇલ ફોન ઉપર વાતચીત કરી લાંચની રકમની માંગણી કરનાર ઇસમના રેકોર્ડિંગ પુરાવાને આધારે છટકું ગોઠવ્યું હતું. કિશન મહેશભાઈ લાખાણીને 71 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયો હતો. જ્યારે આ લાંચના મુખ્ય આરોપી ધારાબેન ગોબરભાઇ ઠેસીયા (હોદ્દો, તલાટી કમ મંત્રી સીમાડી ગ્રામ પંચાયત તા.કામરેજ જી. સુરત.રહે. એ-૧૧, અશ્વિન સોસાયટી વિભાગ- ૧, ધરમનગર રોડ, હિરાબાગ સર્કલ, સુરત) ધરપકડ કરવાની બાકી હોવાનું જણાવ્યું હતું.
સુરત ACB એ કામરેજના મહિલા તલાટી કમ મંત્રીનાં વાઉચરને 71 હજારની લાંચ લેતા ઝડપ્યો.
Advertisement