અંકલેશ્વર પંથકમાં આમ જ લોકો ઉદ્યોગોની અને ધંધાની મંદી વચ્ચે જેમ તેમ કરી દિવસો પસાર કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી પાસે આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષમાં આંગડિયા પેઢીમાં કામદારોના રૂપિયા છૂટ્ટા કરવા માટે ગયેલ ઉદ્યોગપતિની 20 લાખ રૂપિયા ભરેલી બેગ ગઠિયો ગણતરીની સેકન્ડમાં જ કારનો દરવાજો ખોલી લઈ ગયો હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.
મળેલી વિગતોમાં અંકલેશ્વરમાં કહેતા અનોખી લાલ જૈનએ જ મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓ ગઈ કાલે સાંજના સમયે પ્રતિન ચોકડી પાસે આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી આંગડિયા પેઢીમાં કામદારોના માટે પગાર ચૂકવવા માટે ગયા હતા રૂપિયા છુટ્ટા કરાવ્યા બાદ બેગ તેમણે પોતાની કારની પાછલી સીટ પર મૂકી હતી અને તેઓ આગળની સીટ પર બેસી કાર લેવા જતા હતા તે દરમિયાન એક ગઠિયાએ પાછળથી આવી દરવાજો ખોલી 20 લાખ રૂપિયાની ભરેલી બેગ ઉઠાવી લઈ ગણતરીની સેકન્ડોમાં રફુચક્કર થઇ ગયો હતો. જ્યારે અનોખી લાલ પાછળ જોતા બેગ નહી નજરે પડતાં તેના હોશ ઉડી ગયા હતા અને તેમણે બેગ શોધવાનું શરૂ કર્યું હતું પરંતુ 20 લાખ ભરેલી બેગ નહીં મળતા તેમણે આંગડિયા પેઢીમાં તપાસ કરી હતી. જોકે આંગડિયા પેઢીમાં પણ બેગ નહીં હોવાથી શહેર પોલીસને જાણ કરતાં પીઆઇ સિસોદિયા દોડી આવ્યા હતા. તપાસ કરતાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કારમાંથી બે ગઠિયા આવવાની ઘટના કેદ થઈ ગઈ હતી ગણતરીના સેકન્ડમાં 20 લાખની બેગ ચીલ ઝડપે લઈ ગયાની ઘટનાને પગલે શહેર પોલીસે હવે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી પાસે આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષમાં આંગડિયા પેઢીમાં કામદારોના રૂપિયા છૂટ્ટા કરવા માટે ગયેલ ઉદ્યોગપતિની 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો.
Advertisement