ફરાસખાનાવાળા પાસેથી વાસણો સરસામાન ભાડેથી લઈને જતો રહેતો અને બારોબાર જે કોઈ ગ્રાહક મળે તેને વેચી નાખતો ઈસમ કરજણ પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન છોટા હાથી ટેમ્પા સાથે ઝડપાઇ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ જુના બજાર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ફરતા ફરતા કરજણ ધાવટ ચોકડી બ્રિઝ પાસે વડોદરા તરફથી એક સફેદ કલરનો છોટા હાથી ટેમ્પો શંકાસ્પદ જણાઈ આવતા તેને રોકી તેમાં બે ઈસમો હોય તપાસ હાથ ધરતાં છોટા હાથીના પાછળના ભાગે નાના-મોટા પીતળ એલ્યુમિનિયમના વાસણો ભરેલા મળી આવેલા કરજણ પોલીસ તપાસમાં ટેમ્પો ચાલક હરિકેશ ભાઈ વૈજનાથભાઈ યાદવ ઉંમર વર્ષ ૪૨ રહે. મકાન નંબર ૨૬ હિંમતનગર ઝુંપડપટ્ટીની બાજુમાં વૃંદાવન સ્કૂલની બાજુમાં વડોદરાનો રહેવાસી વાડી મૂળ રહે. રતનપુર તાલુકો રાનીગંજ જીલ્લો પ્રતાપગઢ યુપીનો તેમજ વિકાસકુમાર રમેશકુમાર ખન્ના ઉંમર ૩૯ રહેવાસી કુર્લાની બાજુમાં તાલુકો જીલ્લો જલંધર પંજાબને ઝડપી લેવામાં આવ્યા હતા. ટેમ્પા ચાલક હરિકેશ વૈજનાથ યાદવ વડોદરાની જી જી માતાના મંદિરેથી ભાડેથી લઈ કરજણ ખાતે ભંડારો છે અને ત્યાં ભંડારો કરવાનો છે એમ કહી વિકાસકુમાર રમેશકુમાર ખન્નાએ ટેમ્પો ચાલકને વિશ્વાસમાં લઈ કરજણ ખાતે ઝડપાઇ ગયેલા હતા. પોલીસ તપાસમાં એલ્યુમિનિયમ પિત્તળના વાસણો સરસામાન મોબાઈલો મળી ૮૦,૯૫૦ ના મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળી આવ્યા હતા. ગુજરાતમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર નડિયાદ નવસારી ગોંડલ હાલોલ, પોરબંદર, જલંદર, પંજાબ, ગંગાનગર રાજસ્થાનમાંથી પણ આરોપીઓએ ફરાસખાનાવાળા પાસેથી ભંડારો કરવાનાં બહાને વાસણો લઈ જતો હતો અને બારોબાર જે કોઈ ગ્રાહક મળે તેને વેચી નાંખતો હતો.કરજણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ