પ્રાપ્ત માહિતી અનુસાર ભારત દેશ અને સમગ્ર વિશ્વનાં દેશો કોરોના વાયરસ જેવી ગંભીર બિમારી સામે યુદ્ધ લડી રહી છે,અને તેને અટકાવવા અને જનજાગૃતિ લાવવા માટે ભારત અને સમગ્ર વિશ્વના દેશોના પ્રધાનમંત્રી,વિશ્વ આરોગ્ય સંસ્થા,સામાજીક આગેવાનો- સંગઠનો સાર્થક પ્રયાસ કરી રહ્યા છે,જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાકૅ દેશોના પ્રધાનમંત્રીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી એક જુથ થયા છે,જે પ્રશંસનીય બાબત છે, જેમાં ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં સોશિયલ મીડિયાના ગૃપમાં કોઇ અજાણ્યા ઇસમે એક હિન્દી ન્યુઝ ચેનલમાં ભરૂચ જિલ્લે કે નેત્રંગ ગાવમે કોરોના વાયરસ કે ૨ મરીજ પાયે ગયે એવો ખોટો મેસેજ વાયરલ કરાયો હતો,જે વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારની પ્રજામાં હાહાકાર મચી જવા પામ્યો હતો,જેની પુછપરછ અને તપાસ લોકોએ કરતાં આ મેસેજ ખોટો હોવાનું માલુમ પડયુ હતું, જ્યારે ખોટો મેસેજ વાયરલ કરનાર અજાણ્યા ઇસમ વિરૂદ્ધ લોકોનો રોષ ભભુકી ઉઠ્યો હતો,અને કેટલાક જાગૃત નાગરિકોએ અફવા-ખોટા મેસેજથી દુર રહેવાનું જણાવ્યું હતું, જ્યારે નેત્રંગના લોકો ઉપર પોતાના સગા-સબંધીઓ કોરોના વાયરસ અંગેના ફોન આવ્યા હતા. જ્યારે બીજી બાજુએ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સંકજામાં હોવાથી ગુજરાત સરકાર દ્વારા સિનેમા, મોલ, જાહેર સભાઓ અને સરકારી કાયૅક્રમ સ્થગિત કરી દીધા છે,અને નેત્રંગ તાલુકાભરની શાળા-કોલેજમાં કોરોના વાયરસના કારણે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી છે,જ્યારે દર સપ્તાહના મંગળવારે રેલ્વે સ્ટેશન પાસે હાટબજાર ભરાઇ છે,પરંતુ ગ્રા.પંચાયત દ્વારા હાટબજાર બંધ કરી દેવાયો હતો.
નેત્રંગમાં કોરોના વાયરસના બે દર્દીની ખોટી અફવાનાં મેસેજથી રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
Advertisement