કોરોના વાઇરસ ચાઈના બાદ સમગ્ર વિશ્વના દેશોને બાનમાં લીધા છે ત્યારે ભારતમાં પણ અનેક રાજ્યોમાં કોરોના અસરગ્રસ્ત કેસો જોવા મળ્યા બાદ સરકાર દ્વારા તેની સામે રક્ષણાત્મક પગલાં સ્વરૂપે ગુજરાતની તમામ શાળા, કોલેજો, આંગણવાડી, થિયેટરો, સ્વિમિંગપુલ વગેરે બંધ રાખવા આદેશ કર્યા છે. ત્યારે આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નર્મદા જિલ્લામાં આદેશ કરાયા છે તેમ નિવાસી અધિક કલેકટર એચ.કે વ્યાસ દ્વારા જણાવાયું છે. આ સંદર્ભે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના વાઇરસને લઈ સંપૂર્ણ સજ્જ છે. આ માટે જિલ્લા મુખ્ય મથકે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે જરૂરી દવાઓ અને માસ્ક ઉપલબ્ધ છે.
ઉપરાંત જિલ્લામાં બહાર દેશથી આવતા લોકો માટે કોરનટાઇલ કરવા માટે જરૂરી સુવિધા ઉભી કરાઈ છે ડેડીયાપાડામાં તેહરાન દેશથી આવેલ એક વ્યક્તિને કોરનટાઇલ કરાયો છે અને તે સ્વસ્થ છે જિલ્લામાં કોઈ પણ કેસ પોઝિટિવ નથી અને લોકોએ ગભરાવાની જરૂર નથી તકેદારી રાખવા લોકોને વિનંતી કરી છે. અત્યાર સુધી જિલ્લામાં બહાર દેશથી આવેલ વ્યક્તિઓમાં 8 ભારતીય અને 4 વિદેશી નાગરિકો છે પણ કોઈ હજુ સુધી કોરોના અસરગ્રસ્ત કે શંકાસ્પદ કેસ નર્મદા જિલ્લામાં નથી.
રાજપીપળા, આરીફ જી કુરેશી
નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના વાઇરસને લઈ સંપૂર્ણ સજ્જ બહાર દેશથી આવતા લોકો માટે કોરનટાઇલ કરવા માટે જરૂરી સુવિધા ઉભી કરાઈ છે.
Advertisement