કોરોના વાયરસની દહેશત વચ્ચે પશુપાલન નિયામકની ગાંધીનગર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મરઘાં કે ઈંડાનું સેવન સલામત છે, વિવિધ પ્રચાર માધ્યમોમાં આ અંગે જે પ્રસિદ્ધિઓ કરાઈ રહી છે તેમાં કોઇ જ તથ્ય નથી. આજકાલ સોશિયલ મીડિયામાં ઈંડા કે મરઘીનું સેવન કરવાથી કોરોના વાયરસ પ્રસરે છે તેવો વાહિયાત પ્રસાર થઇ રહ્યો છે જે અંગે રાજ્યના પશુનિયામકે ખાસ પરિપત્ર જારી કરી સ્પષ્ટતા કરી છે કે કોરોના વાયરસ માણસથી માણસ સાથેના સંસર્ગથી ફેલાતો રોગ છે. વૈશ્વિક સ્તરે હજુ સુધી કોરોના વાયરસના ફેલાવામાં મરઘી કે તેના ઈંડાની કોઇ ભૂમિકા જોવા મળી નથી. આથી ખોટી માહિતીને કારણે મરઘાં ઉછેર અને ઈંડા ઉત્પાદકોને કોઇ આર્થિક નુકશાન ન પહોંચે તે આવશ્યક છે. ઈંડા કે મરઘીનું સેવન સલામત છે.
Advertisement