ભુવનેશ્વરી ગૃપ દ્વારા ઇશ્વર સિંહ પટેલ પ્રીમિયમ લીગ (IPL) ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી
દરમ્યાન ઇશ્વર સિંહ પટેલે જણાવ્યું કે દરેક ગામની એક ટીમ તથા સંગઠન અંકલેશ્વર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી ની ટીમો થઈ સો જેટલી ટીમો ભાગ લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે 569 કરોડનુ બજેટ ફાળવવામાં આવ્યું છે અને સારા ખેલાડીઓ આગળ વધે તેના માટે સરકાર કટિબદ્ધ છે અને તેમનાં માટે પણ 25 થી 50 લાખ જેટલો ખર્ચ કરે છે. બધાં જ ખેલાડીઓ એક પરિવારના છીએ તે રીતે જીતમાં જેમ આનંદ છે તેમ હારમાં પણ આનંદ છે એ ભાવનાથી ખેલદિલી પૂર્વક રમીશું અને જીવનમાં આગળ આવીશું નિર્ણાયકો જજમેન્ટ જોઈને આપે અને કોઈને અન્યાય ન થાય તેની કાળજી રાખીશું. ત્યારબાદ ઈશ્વર સિંહ પટેલ દ્વારા ટોસ ઉછળીને બેટીંગ પણ કરી હતી કાર્યક્રમ દરમિયાન અનેક મહાનુભાવો તથા યુવા ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હાંસોટ તાલુકાનાં કુડાદરા ગામે સહકાર રમત ગમત યુવા મંત્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
Advertisement