માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રાજ્ય સરકાર ના પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલ નવ નિર્મિત હનુમાનજી મંદિરમાં તારીખ 8 એપ્રિલ ના રોજ યોજાનાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના આયોજન માટે કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને ઝંખવાવ ગામના ગ્રામજનો અને વેપારી મંડળ ની બેઠક યોજાઇ હતી. ઉપરોકત બેઠકમાં માંગરોળ તાલુકા પંચાયત ના કારોબારી સમિતિના અધ્યક્ષ ઉમેશભાઈ ચૌધરી, વેપારી મંડળના દિનેશભાઈ સુરતી, મનોજભાઈ શાહ, વિપુલભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તારીખ 7 એપ્રિલના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તારીખ 8 આઠમી ના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હિન્દુ સમાજની દરેક જ્ઞાતિના ૨૧ જેટલા યુગલો પૂજા વિધિમાં ભાગ લેશે સાંજે 10,000 થી વધુ લોકો માટે ભંડારો અને મહાપ્રસાદી અને લોક ડાયરો નો કાર્યક્રમ યોજાશે બે દિવસ યોજનારા ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા માટે મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ ગ્રામજનોને માર્ગદર્શન આપી વિવિધ સમિતિઓની રચના કરી હતી. તેમજ મુખ્ય આગેવાનો ને વિષેશ જવાબદારીઓ આ બેઠકમાં આપવામાં આવી હતી.
ઝંખવાવ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજી મંદિરની મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
Advertisement