માંગરોળ તાલુકા મથક ખાતે બહુજન ક્રાંતિ મોરચા ના નેજા હેઠળ મુસ્લિમ સમાજના આગેવાનો એ CAA અને NRC ના વિરોધમાં માંગરોળના મામલતદારને આવેદન પત્ર આપી બંધારણ વિરુદ્ધ નો કાયદો પરત ખેંચવાની માંગ કરી હતી. દિલ્હી ખાતે બહુજન ક્રાંતિ મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામ ના નેજા હેઠળ નાગરીકતા કાનુન વિરુદ્ધ લડત ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરત બહુજન ક્રાંતિ મોરચા ના યુવા કાર્યકરો ધર્મેશભાઈ ગોહિલ, પ્રેમજીભાઈ નાગર, ભરત બારૈયા, દિનેશ રાઠોડ વગેરે બહુ જન ક્રાંતિ મોરચા ના કાર્યકરો એ કોસાડી ગામે ઉપરોક્ત કાયદા વિરુદ્ધ જનજાગૃતિ લાવવા બેઠક યોજી હતી. ત્યાર બાદ સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનો ઈસ્માઈલ ઘડિયાલી, મહંમદ કારા, સોહેલ કોલી, ઈકબાલ કોસાડીયા, ઇમરાન સાલેહ વગેરે આગેવાનોએ બહુ જન ક્રાંતિ મોરચા ના નેજા હેઠળ માંગરોળના મામલતદારને મંગુભાઈ વસાવાને એક આવેદનપત્ર સામૂહિક રીતે આપી નાગરિકતા કાનુન નો કાયદો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી.
માંગરોળમાં બહુજન ક્રાંતિ મોરચા ના નેજા હેઠળ મુસ્લિમ સમાજે CAA, NRC નો વિરોધ વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.
Advertisement