Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટેનો તબીબી કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે તબીબી કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ કેમ્પમાં ૫૦ જેટલા પોલીસ જવાનોના રકત પરિક્ષણ કરવામાં આવ્યા.ઉલ્લેખનીય છે કે પોલીસ જવાનો ઘણીવાર શારીરિક તકલીફો વચ્ચે પણ ફરજ બજાવતા હોયછે.ખાસ કરીને ડાયાબિટીસ, તાવ, બ્લડ પ્રેશર, વાયરલ ઇન્ફેક્શન જેવી શારિરીક વ્યાધિઓ દરમિયાન ફરજ બજાવતા પોલીસ જવાનો તકલીફ અનુભવતા હોય છે ત્યારે સ્થળ પર જ પોલીસ જવાનો માટે રકત પરિક્ષણ કરીને રોગનિદાન થાય તો પોલીસ જવાનોને ફરજ બજાવવામાં સુગમતા રહે.તેથી રાજપારડી પોલીસ સ્ટેશનમાં યોજાયેલા આ તબીબી કેમ્પમાં પીએસઆઇ જાદવ સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નવસારી માં માવઠું,ખેડૂતો ની ચિંતા વધી

ProudOfGujarat

ભરૂચ અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

ગોધરામાં મહિલાઓ લીમડા વૃક્ષને પાણી રેડવા દોડી …જાણો કેમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!