કોરોના વાયરસની દહેશતને પગલે રાજ્યભરમાં આરોગ્ય વિભાગે તકેદારી દાખવવા સધન ઝુંબેશ હાથ ધરી છે. ભરૂચ આરોગ્ય વિભાગે જિલ્લાના 40 જેટલા લોકોને ૧૪ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા સૂચન કર્યું છે. આ તમામ તાજેતરમાં વિદેશ પ્રવાસથી પરત આવ્યા છે. વિદેશ પ્રવાસથી આવેલા આ ૪૦ જેટલા લોકો આરોગ્ય વિભાગના સંપર્કમાં હોવાની પુષ્ટિ થવા પામી છે. અત્યાર સુધી ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૭ લોકોને ૧૪ દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા અને કોષ પૂરો થતાં કોરોનાના કોઇ લક્ષણ ન દેખાતા તંત્રએ હાશકારો લીધો હતો. જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ હાલ જિલ્લામાં કોરોના વાયરસને લઇ ચિંતાની કોઇ બાબત નહિ હોવાનું જણાવ્યું છે જોકે તકેદારી રાખવાની અપીલ કરી છે.
દરમ્યાન આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક વિભાગ દ્વારા કોરોના વાયરસનો ઉકાળો તથા રોગ પ્રતિકારક હોમિયોપેથીક દવાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક વિભાગ દ્વારા કોરોના વાયરસનો ઉકાળો તથા હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisement