સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવી રહ્યો છે. જેના માટે કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ અપાયા છે. કચરાના વજનના બદલામાં પાલિકા કોન્ટ્રાકટરને રૂપિયા ચુકવે છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કચરા ગાડીમાં પાણી છાંટવામાં આવી રહ્યું હોવાનો વીડિયો વાઈરલ થયો છે. ઉમરવાડા વિસ્તારમાં કચરાગાડીમાં પાણી છંટાઈ રહ્યું છે. આ અંગે મેયરે જણાવ્યું હતું કે,તપાસ કરીને જવાબદારો સામે પગલા લેવામાં આવશે. ઉમરવાડા વિસ્તારમાં GJ-06-AZ-2902 નંબરની કાચરાની ગાડીમાં પાણી નાંખી વજન વધારાય છે. કચરો એકઠો કરતાં કોન્ટ્રાકટરોને વજનના આધારે રૂપિયા ચૂકવવામાં આવે છે. જેથી કોન્ટ્રાકટરો કચરામાં વજન પુરવા માટે નવી રીત લઈ આવ્યા હોય તેવું વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે. કચરા ગાડીમાં એસએમસી કોન્ટ્રાકટ લખાણ લખાયું હોવાનું પણ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે.
Advertisement