Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોજશોખનાં પૈસાનો જુગાડ કરવા વાહન ચોરીનાં રવાડે ચઢી ગયેલા ત્રણ વાહનચોર યુવકોને ઝડપી પાડયા હતા.

Share

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 18 થી 20 વર્ષીય ત્રણ યુવકોની વિવિધ વાહન ચોરીના ગુનામાં અટકાયત કરી હતી. આ યુવકો પોતાના મોજશોખ માટેના પૈસાનો જુગાડ કરવા સુરત શહેરના વિવિધ સ્થળોએ પાર્ક કરેલ અને સ્ટિયરિંગ લોક વિનાની હેન્ડલ નવી ટુ વ્હીલર બાઈકની ચોરી કરતા હતા અને ત્યારબાદ તેઓ તેને ટ્રાન્સપોર્ટ મારફતે બનાસકાંઠા વેચી દેતા હતા.સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને વાહનચોરીના આ ષડયંત્ર અંગેની બાતમી સાંપડી હતી. આજરોજ 16 જેટલી ટુ વહીલર બાઈક બનાસકાંઠા ખાતે વેચવાની આ યુવકો તૈયારી કરી રહ્યા હતા તે દરમ્યાન જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓને ઝડપી પાડયા હતા. પોલીસે 3 વાહનચોરોની ધરપકડ કરી હતી. જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ત્રણેય પાસેથી કુલ 16 બાઇકો કબ્જે કરી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ :સ્માર્ટ સીટી અંતર્ગત લગાવેલ સીસીટીવી કેમેરાનો પોલ ધરણીધર ચાર રસ્તા પાસે થયો ધરાશાયી…

ProudOfGujarat

ઝઘડીયાના પડવાણીયા ગામના ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ.

ProudOfGujarat

વેરાવળમાં હોળી નિમિત્તે ભોઈ સમાજ દ્વારા કાળભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!