Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતનાં પાંડેસરા પોલીસ સામે એક યુવકનું કસ્ટોડિયન ડેથ થયું હોવાનું બહાર આવવા પામ્યું જેને પગલે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Share

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનથી 108 માં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા એક આરોપીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. કથિત આરોપી વિમલ યાદવને પાંડેસરા પોલીસ હાઉસીંગમાં થયેલા ઝઘડાની ફરિયાદ બાદ મંગળવારની રાત્રે ઉપાડી ગઈ હતી. શ્વાસની તકલીફથી પીડિત વિમલ આખી રાત બુમો પાડતો રહ્યો છતાં લોકઅપમાંથી તેને બહાર ન કાઢી સારવાર માટે નહીં મોકલતા વિમલ મોતને ભેટ્યો હોવાનું પરિવારે આરોપ મૂકયો છે. વિનય યાદવએ જણાવ્યું હતું કે, વિમલભાઈ મંગળવારની રાત્રે ધૂળેટી મનાવી ઘરે આવ્યો હતો. ત્યારે ઘર નજીક રહેતા રાજેશ નામના ઇસમ સાથે જૂની વાતને લઈ બોલાચાલી કરી ઝઘડો થયો હતો. ત્યારબાદ રાજેશે પાંડેસરા પોલીસને બોલાવી વિમલને પકડાવી દીધો હતો. સાંજે સાત અને આઠ વાગ્યાની વચ્ચે પાંડેસરા પોલીસ લોકઅપમાંથી શ્વાસની તકલીફથી પીડિત ભાઈ વિમલ બહાર કાઢો મારાથી શ્વાસ નથી લેવાતો એવું કહીં બૂમો પાડતો રહ્યો તેમ છતાં પોલીસે તેને બહાર કાઢ્યો ન હતો. પોલીસ સ્ટેશન બહાર વિમલનો અવાજ સાંભળી તેઓ વારંવાર પોલીસને વિનંતી કરતા રહ્યા પણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આખી વાતને મજાકમાં લેતા હોય એવો વ્યવહાર કર્યો હતો. આખી રાત પોલીસ સ્ટેશન બહાર બેસી રહ્યા પછી સવારે આઠ વાગે વિમલને લોકઅપમાંથી બહાર લાવતા મૃત થઈ ગયો હોવાનું જ લાગતું હતું. જેને લઈ પોલીસે 108 માં તાત્કાલિક સિવિલ મોકલી આપતા સિવિલ હોસ્પિટલના ફરજ પર હાજર ડોકટરોએ વિમલને મૃત જાહેર કર્યો હતો. પોલીસની બેદરકારીથી વિમલનું મોત થયું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો હતો. યાદવ પરિવાર મૂળ યુપીનું હોવાનું અને છેલ્લા 3-4 વર્ષથી સુરતમાં રોજગારી લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

Share

Related posts

દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ફરજ પર ગુલ્લેબાજી કરનાર તબીબને નોટિસ આપી.

ProudOfGujarat

નાગરિકોને સહાય કરવાના હેતુથી ગુજરાત આત્મનિર્ભર અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષમાં માફી : ભરૂચ નગરપાલિકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!