ઝઘડિયા તાલુકાના જુના તરસાલી ગામે નર્મદા નદી કિનારે આવેલ હજરત મનસુર શાહ બાવાની દરગાહ પર ઉર્સની ઉજવણી કરવામાં આવી. જેમા અજમેરના ગાદીપતી હજરત ખ્વાજા ફર્રૂખ ચીસ્તીની ઉપસ્થિતિમાં શાનદાર મહેફીલે સમાનું આયોજન કરવામાં આવેલું, એચ.એમ.કમિટી અને ગ્રામજનો દ્વારા અમદાવાદથી પધારેલ અને અજમેરના ગાદીપતિ હજરત ખ્વાજા ફર્રૂખ ચિસ્તીનુ સાનદાર સ્વાગત કરવામા આવ્યુ હતુ. ઉર્સનાં મોકા પર આજુ-બાજુના ગામોના હજારો શ્રદ્ધાળુઓ દરગાહના દર્શનાર્થે આવેલ હતા અને મનસુર શાહ બાવાની મુબારક દુઆઓથી પોતાની દિલી મનોકામનાઓ પૂરી થાય તે માટે દુઆઓ ગુજારી હતી, સૈયદ અબ્દુલકાદિર બાપુ દ્વારા તમામ અનુયાયીઓ માટે સવાર અને સાંજ બે ટાઈમ નિયાઝનું આયોજન કરવામાં આવેલ, એચ.એમ. કમિટીના યુવાનોએ પ્રોગ્રામને સફળ બનાવા ભારે જહેમત ઉઠાવી હતી. અજમેરના ગાદીપતિ હજરત ખ્વાજા ફર્રૂખ ચિસ્તીની ઉપસ્થિતિમાં મહેફિલે સમાનું આયોજન કરવામાં આવેલ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
ઝઘડિયા તાલુકાનાં જુના તરસાલી ગામે હઝરત મનસુર શાહ બાવાના ૭૯ માં ઉર્સની ઉજવણી કરવામાં આવી.
Advertisement