નર્મદા જિલ્લાના દેડીયાપાડાના સામાજીક આગેવાન અને BTP પક્ષના પ્રમુખ ચૈતરભાઈ વસાવાએ બેંક મેનેજર વિરુદ્ધ સોશિયલ મીડીયા ગ્રુપોમાં ખોટી ટિપ્પણી કરતા હોવાની ફરિયાદ કરતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સામાજીક આગેવાન અને નર્મદા જીલ્લા BTP પક્ષના પ્રમુખ ચૈતરભાઈ વસાવાએ નાની બેડવાણ બેંકમા મેનેજર તરીકે નોકરી કરતા જગદીશભાઇ વસાવા વિરુદ્ધ આપેલી ફરિયાદ મુજબ જગદીશ વસાવા તેમના મો.નં. દ્વારા અવાર નવાર ભારતીય ટાઇબલ પાર્ટીના સંયોજક તથા ઝધડીયા ધારાસભ્ય છોટુભાઇ વસાવા,દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા તેમજ BTP પક્ષના માણસો વિરૂદ્ધ સોશિયલ મીડીયામાં ગ્રુપોમાં તથ્ય વિનાનું ખોટુ લખાણ લખી આદીવાસી સમાજને ગેરમાર્ગે દોરી ગુમરાહ કરે છે.તેમજ પોતે સરકારી કર્મચારી હોવા છતા કાયદાનુ ઉલ્લંધન કરી રાજકીય પાક્ષપાત રાખી BJP ને સમર્થન કરી લોકોને BJP ને મત આપવાના હોઇ તોજ કામ થશે તેમ જણાવી BTP પાર્ટીના ચુંટાયેલ પ્રતીનીધીઓની કારકીર્દી બગાડવાના ઇરાદે વોટસએપ ગ્રુપમાં ખોટી ટીપ્પણી કરી મને તથા BTP પક્ષના કાર્યકરોની લાગણી દુભાવી હોવાની ફરિયાદ બાદ દેડીયાપાડા પોલીસે બેંક મેનેજર વિરુદ્ધ સાઇબર ક્રાઇમ એકટ સહિતની કલમો સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી