ચીન, ઈરાન સહિતના દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના કેસો સુરતમાં વધારો થતા આરોગ્યતંત્ર સજ્જ થઈ ગયું છે. વિદેશથી આવતા યાત્રીઓ તેમજ કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીઓ માટે ખાસ વેસુના સીએચસીમાં કોરેન્ટાઇન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં છ ના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જેમાં અમદાવાદની બી.જે.મેડિકલમાંથી થાઇલેન્ડની હિસ્ટ્રી ધરાવતા અડાજણના યુવાનનો રિપોર્ટ પણ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. વિદેશથી આવતા મુસાફરો ને હાલ 14 દિવસ માટે એમના ઘરે જ ઓબ્ઝર્વેશનમાં રખાય રહ્યા છે. ત્યારબાદ કોઈ શંકાસ્પદ લાગે એવા મુસાફરોને સિવિલ કે સ્મીમેરમાં લઈ જવાય છે. જ્યાં તબીબી રિપોર્ટ બાદ કોરોનાના લક્ષણો દેખાય તો આવા દર્દીઓને 30 બેડના કોરેન્ટાઇન વોર્ડમાં લાવી સારવાર અપાશે. હાલ હેલ્થ સેન્ટરના 3 તબીબ અને બે પેરા મેડિકલ સ્ટાફ છે. જોકે, કોરોનાને લઈ 4 નિષ્ણાંત તબીબ અને 8 પેરા મેડિકલ સ્ટાફને આ સેન્ટર પર તૈનાત કરાશે. જેઓ રાઉન્ડ ધી કલોક સેવા આપશે. ત્યારબાદ આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓ પ્રમાણે ગાયડલાઈન પ્રમાણે ફૂડ સાથેની તમામ સુવિધાઓ અપાશે. આ સેન્ટરમાં પણ દર્દીઓને ઘર જેવો જ માહોલ આપવાનો પ્રયાસ કરાઈ છે.
ચીન, ઈરાન સહિતના દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના કેસો સુરતમાં વધારો થતા આરોગ્યતંત્ર સજ્જ થઈ ગયું છે.
Advertisement