હાંસોટના પંડવાઈ ગામે એક કુટુંબના સભ્યો પર સિંચાઈના પાણી બાબતે આમોદ અને ખરચ ગામના 10 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક મહિલા સહીત 5 સભ્યોને ઇજા પહોંચતા સારવાર અર્થે કીમની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાંસોટ પોલીસે 10 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે, પોલીસ સૂત્રીય માહિતી મુજબ હાંસોટના પંડવાઈ ગામ ખાતે રહેતા મહંમદ સુફિયાન શેખ તેમજ કુટુંબના સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન તેમના સંબંધી સફરીન શેખ અને રિયાઝ ફરીદ મહોમદ સાથે નહેરના ધારિયામાં પાણી વાળવાના મુદ્દે બોલાચાલી થઇ હતી જે બોલાચાલીમાં અન્ય આગેવાનો દ્વારા સમાધાન કરાવતા મામલો શાંત પડયો હતો જો કે બપોરે અચાનક પંડવાઈ ગામના રિયાઝ શેખે આમોદના તેના બનેવી સફરીન શેખ 10 થી વધુ લોકો સાથે બપોરના અરસામાં મોહંમદ સુફિયાન રહીદ શેખના ઘરે બે કાર અને ચાર બાઈકો પર મારક હથિયારો વડે ધસી આવી હુમલો કર્યો હતો અને 5 થી વધુ કુટુંબના સભ્યોને ગંભીર રીતે માર મારતા આ અંગેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો દોડી આવ્યા હતા. જોકે હુમલાખોરો ત્યાંથી કાર અને બાઈકો મૂકી ભાગી છૂટ્યા હતા. જ્યાં લોક ટોળાએ 3 બાઈક અને કારનો ખુરદો બોલાવી દીધો હતો. જ્યારે એક મહિલા સહીત 5 ઇજા ગ્રસ્તોને સુરતના કિમ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી રિયાઝ શેખ ,સફરીન શેખ, સહીત 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
હાંસોટનાં પંડવાઈ ગામ ખાતે સિંચાઈનાં પાણીના મામલે થયેલી મારામારીમાં 5 ને ઇજા.
Advertisement