ફરિયાદીએ આપેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભરૂચના ભીડભંજનની ખાડી નજીક રહેતા આકાશભાઈ બીજલભાઈ રાઠોડ પોતાની બહેનના ત્યાં ગયા હતા તે દરમિયાન વિશાલ રામજી ગોહિલએ ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીને માર મારવાની ધમકી પરિવારજનોને આપી હતી. ત્યારબાદ ફરિયાદીના બનેવી અમિત રામજી ગોહિલએ બંને વચ્ચે સમાધાન કરાવવા આકાશ તેમજ વિશાલને બોલાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને વિશાલે ફરિયાદીની એક્ટિવાને નુકસાન પહોંચાડી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ રાત્રિ દરમિયાન ભીડભંજનની ખાડી હનુમાનજીના મંદિર પાસે આકાશ અને વિશાલ વચ્ચે એક્ટિવામાં નુકસાન પહોંચાડવા બાબતે ઝપાઝપી થતાં સ્વ બચાવ માટે ફરિયાદીએ વિશાલને પોતાના હાથમાં રહેલ ચપ્પુ અછડતુ મારી દીધું હોવાની ફરિયાદ ફરિયાદીએ એ. ડિવિઝન પોલીસ મથકે લખાવી છે.
Advertisement