સુરતમાં રત્નકલાકારોની વિવિધ પડતર માંગો સાથે સરકાર પાસે વિવિધ મુદ્દે માંગણીઓ કરતાં ડાયમંડ વર્કર યુનિયન ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રત્નકલાકારોની દયનિય સ્થિતિમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવા સાથે પગાર વધારો કરવામાં આવે અને મંદીના સમયમાં જીવન ટૂંકાવતાં રત્નકલાકારો માટે રતનદીપ યોજના જેવા અન્ય લાભો અપાવવા માટે માંગણી કરવામાં આવી હતી. વારંવારની રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવામાં આવતાં આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી યુનિયન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું હતું કે, 2 લાખ રત્નકલાકારો છે અને 3 મહિનામાં 30 રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે. શહેરમાં રત્ન કલાકારોનો પગાર વધારો, બેરોજગાર રત્ન ક્લાકારોને રાહત પેકેજ, રત્નદીપ યોજના ચાલુ કરવા માંગ, હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન, આપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહાય, વ્યવસાય વેરો નાબૂદ કરવા માંગ, રત્ન કલાકારોને આવાસ યોજના હેઠળ ઘર આપવાની માંગ, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના, ગેરકાયદે ઓવરટાઈમ બંધ કરવો સહિતના મુદ્દાઓના નિરાકરણ માટે સામે આવ્યા હતા. એટલું જ નહીં પણ જો આ તમામ મુદ્દાઓનું નિરાકરણ નહિ આવે તો હવે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
સુરતમાં રત્નકલાકારોની વિવિધ પડતર માંગો સાથે સરકાર પાસે વિવિધ મુદ્દે માંગણીઓ કરતાં ડાયમંડ વર્કર યુનિયન કલેકટરને આવેદનપત્ર આપ્યું.
Advertisement