દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોડી રાત્રીથી પલટો આવ્યો હતો. સવારે સુરત અને જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. જે પોણો કલાક સુધી વરસતા પાણી થઈ ગયું હતું. નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. વહેલી સવારથી પોણો કલાક જેટલો સમય સુરત સહિત જિલ્લામાં વરસાદ પડયો હતો. જેના કારણે રોડ પાણી પાણી થઈ ગયા હતા.
વહેલી સવારે માવઠાનો વરસાદને લઈને કેરી, ચીકુ વાડી વગેરે પાકોને નુકશાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.સવારથી વરસાદના કારણે ધંધે અને નોકરીએ જતા લોકો અટવાઈ ગયા હતા. સવારે રેઈનકોટ લીધા વગર નીકળેલા લોકોને બ્રિજ કે અન્ય જગ્યાઓ પર ઉભા રહી જવાનો વારો આવ્યો હતો. પોણો કલાક સુધી ધંધા રોજગારે જતા લોકો અટવાયા હતા.
Advertisement