આજથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્યમ – વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ બોર્ડની પરિક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો હતો. રાજપીપલાની રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારી, જિલ્લા શિક્ષણ અધિકારી નિપાબેન પટેલ, સામાજિક સંસ્થા જયન્ટસ ગ્રુપના સભ્યો વગેરે મહાનુભાવોની ઉપસ્થિતમાં વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરવી પરિક્ષાઓનો પ્રારંભ કરાવાયો હતો.
તેમજ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવામાં આવી હતી જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બ્લોકનું નિરીક્ષણ કરાયું હતું અને કલાસ રૂમમાં લાગેલ સી.સી.ટી.વી. કેમેરાઓનું પણ નિરીક્ષણ કરાયું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે બોર્ડની જાહેર પરીક્ષાઓમાં નર્મદા જિલ્લાભરમાંથી કુલ- ૧૮,૩૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-૧૦ માં જિલ્લામાં ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૦,૯૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે ૨૬ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૬૫ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૫,૩૪૦ પરીક્ષાર્થીઓ બેસશે, જે માટે ૧૧ બિલ્ડીંગમાં ૧૭૮ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પરીક્ષા કેન્દ્રો ખાતે પાંચ બિલ્ડીંગોના ૬૯ બ્લોકમાં ૨૦૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં રાજપીપળામાં એમ.આર.વિધાલય, સરકારી હાઇસ્કુલ અને કે.વી.એમ. સ્કુલ અને નવદુર્ગા હાઇસ્કુલ ખાતેનાં બિલ્ડીંગોમાં જ્યારે દેડીયાપાડામાં નિવાલ્દાની સેન્ટ ઝેવીયર્સ હાઇસ્કુલ ખાતે પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષામાં રાજ્ય કક્ષાએથી ફ્લાઇંગ સ્કોર્ડ તેમને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ અદા કરશે. ઉપરાંત જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જિલ્લા પરીક્ષા કંટ્રોલ રૂમ તા.૪ થી માર્ચથી તા.૨૧ મી માર્ચ- ૨૦૨૦ સુધી સવારના ૮:૦૦ થી રાત્રિના ૮:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. આ કંટ્રોલ રૂમ ખાતે વિદ્યાર્થી-વાલીઓને પરીક્ષા સંબધી જરૂરી વિગતો અને જાણકારી અંગે માર્ગદર્શન ઉપરાંત કાઉન્સેલીંગ સેવાઓ ઉપલબ્ધ થશે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ : જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ બાળકોનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી.
Advertisement