સુરતમાં ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1,63,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.પહેલા દિવસે ધો.10માં પ્રથમ ભાષા ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા છે. જેને પગલે ધોરણ 10 ની પરીક્ષા શરૂ થવા પહેલા પરીક્ષા સેન્ટર બહાર વિદ્યાર્થીઓને તાણ વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને પરીક્ષા સફળતાપૂર્વક આપશો તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. સુરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 તથા ધો.12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો 5 મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 163,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.પહેલા દિવસે ધો.10માં પ્રથમ ભાષા ધો.12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા છે. પરીક્ષા 11 ઝોનમાં 87 પરીક્ષા કેન્દ્રોના 516 બિલ્ડિંગના 5637 બ્લોકમાં લેવાશે. ગાંધીનગરથી ફ્લાઇંગ સ્કવોડની બે ટીમ આવી છે. કલેક્ટર ડો.ધવલ પટેલે વર્ગ એક-બેના 40 અધિકારીની ફ્લાઇંગ સ્કવોર્ડમાં નિમણૂક કરી છે. ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં મહત્વના વિષયની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પૂરી તૈયારી સાથે પરીક્ષા અપાવવા માટે જશે.પરીક્ષા વિભાગ દ્વારા નિરીક્ષકોના આઈકાર્ડ, માહિતી પુસ્તિકાઓ સહિતનું મટીરીયલ શાળાઓને આપી દેવાયું હતું. તેમજ તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજજ કરી દેવામાં આવ્યા છે.
સુરત : આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1,63,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
Advertisement