Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકામાં કામધેનુ ડેપો ઉપર છેલ્લા 3 માસથી વિનામૂલ્યે થેરાપી સારવાર આપવામાં આવી રહી છે.

Share

હાલનું જીવન જ્યારે ભાગદોડ વાળું બની ગયું છે ત્યારે લોકોને અલગ-અલગ પ્રકારના રોગો ભરડો મારતા હોય છે ત્યારે આવા રોગો સામે રક્ષણ થેરાપી જડમૂળથી દૂર કરે છે. ત્યારે લીંબડી છેલ્લા 3 માસથી વિનામૂલ્યે થેરાપી કેમ્પ યોજી સારવાર આપવામાં આવે છે.સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામા કામધેનુ ડેપો ઉપર છેલ્લા 3 માસથી વિનામૂલ્યે થેરાપી સારવાર આપવામાં આવી રહી છે જેમાં પગમાં ખાલી અને લોહીમાં ગઠ્ઠા,પગ અને ઘુંટીમા સોજા, પગમાં ઝનઝનાટી, પગમાં ચાલતી વખતે દુ:ખાવો જેવા વગેરેની સારવાર થેરાપી દ્વારા આપવામાં આવે છે. તેમજ બીજી ગંભીર બિમારી જેવી કે હાઈ બ્લડ પ્રેશર,સ્ટ્રોક અને હાર્ટએટેક જેવી બિમારીઓથી પણ આ થેરાપી બચાવે છે. આ કેમ્પમાં અત્યાર સુધી 300 થી પણ વધારે લોકોએ સારવાર લીધી છે અને હાલ રોજના 100 ઉપરાંત લોકો આ થેરાપીનો લાભ લઈ રહ્યા છે. જેમાં લોકોને આ વિનામૂલ્યે આપવામાં આવતી થેરાપીને કારણે ખુબ જ લાભદાયક નિવડી છે.

Advertisement

Share

Related posts

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન કીટનું વિતરણ કરાયું

ProudOfGujarat

નાંદોદ તાલુકાના ભદામ ગામે મતદાર યાદી સુધારણા અને ઇ-એફ.આઇ.આર અંગે લોકોને કરાયા માહિતગાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!