Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત કર્મચારી વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા એસીબીનાં છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો.

Share

સુરતમાં રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડકશન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી. હજુ પેન્શન નક્કી કરાઇ તે પહેલાં જ મેનેજરે 20 હજારની લાંચ માંગી હતી. પિતાનું અવસાન થયું ઉપરથી માતાને પતિનું પેન્શન મળી રહે, જેનાથી તેનો જીવન નિર્વાહ ચાલે, આ પહેલા જ લાંચિયા મેનેજરે લાંચની માંગણી કરતા પુત્રએ આવા લાંચિયાને સબક શીખવવા માટે એસીબીમાં ફરિયાદ કરી હતી.

Advertisement

Share

Related posts

વાગરા : વાંટા વિસ્તારમાં ગટરની સુવિધા છતાં સ્થાનિકો પાણીનો નિકાલ ન કરતાં હોવાથી ગંદકી સર્જાય છે.

ProudOfGujarat

સુરતના આર્કિટેક્ટે બનાવેલા ઇંટના પ્રોજેક્ટને ઇંગ્લેન્ડમાં યોજાનારા બ્રિક ઇન્ટરનેશનલ અવોર્ડ માટે નોમિનેશન મળ્યું

ProudOfGujarat

વડોદરા-નવરચના સ્કૂલની ફરીથી મનમાની-નવરચના સ્કૂલ દ્વારા 3 બાળકને અન્યાય કરાયો…??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!