હોળી-ધૂળેટીનાં તહેવારોને લઈને ભરૂચ એસ.ટી. વિભાગે દાહોદ, ગોધરા, ભાલોદ, ડેડીયાપાડા, સાગબારા, નેત્રંગ વિભાગ માટે એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવતા આદિવાસી સમાજમાં આનંદની લાગણી ફરી વળી છે. હોળી-ધૂળેટીનાં મહાપર્વને લઈ પૂર્વમાં વસતા આદિવાસી ભાઈઓ બહેનો તેની ભવ્ય ઉજવણી કરવા માટે ગમે ત્યાં વસતા હોય તો પણ આ મહાપર્વને લઈ પોતાના ઘરે વતન આવતા હોય છે. જેમાં બહાર વસતા આદિવાસી ભાઈઓ બહેનો મોટા-મોટા શહેરોમાં કામ ધંધા અર્થે ગયા હોઇ છે. આ પર્વને લઈને તેઓ પોત પોતાનાં વતન એક બે દિવસ આવતા હોય છે. તેવા સંજોગોમાં ખાનગી વાહન ચાલકો આદિવાસીઓની મજબુરીનો લાભ ઉઠાવી ચાર ગણું ભાડું વસુલ કરતાં હોય છે. જે બાબતને ધ્યાન પર લઈ ભરૂચ એસ.ટી.વિભાગનાં નિયામક માત્રોજા હોળી-ધૂળેટી પર્વને લઈને આદિવાસી વિસ્તારો માટે વધારાની એકસ્ટ્રા બસો દોડવવા માટે ઠેરવામાં આવતા ભરૂચ એસ.ટી. વિભાગનાં નિયામક માત્રોજા દ્વારા ચાલુ વર્ષે પણ આદિવાસી પ્રજાની તકલીફોને ધ્યાન પર લઈને ભરૂચ એસ.ટી. વિભાગે આદિવાસી વિસ્તારોમાં હોળી પર્વ નિમિત્તે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. જેમાં તા.06-03-2020 થી 08-03-2020 દરમ્યાન આ એકસ્ટ્રા બસો દાહોદ, ગોધરા, ભાલોદ, નેત્રંગ, ડેડીયાપાડા, સાગબારા વિસ્તાર માટે મૂકવામાં આવશે. આ એકસ્ટ્રા બસો ભરૂચ વિભાગનાં તમામ ડેપો પરથી તેમજ નેશનલ હાઇવે 8 ઉપર ભરૂચ ખાતે આવેલ જી.એન.એફ.સી. બસ સ્ટેશનેથી તેમજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. બસ સ્ટેશનેથી મૂકવામાં આવશે. જીલ્લામાં કોન્ટ્રાકટરોને ત્યાં કામ કરતાં કામદારોને મૂકવા જવા માટે પણ બસો મળી રહેશે. કામદારોને પોતાના વતન બસમાં મોકલવા માંગતા કોન્ટ્રાકટરો એસ.ટી. વિભાગ ભરૂચનો સંપર્ક કરે રાહત દરે આ સેવા આપવામાં આવશે. એસ.ટી. વિભાગ ભરૂચ દ્વારા આદિવાસી વિસ્તાર માટે એકસ્ટ્રા બસો હોળી પર્વના તહેવારોમાં સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવતા સમસ્ત આદિવાસી સમાજમાં આનંદની લાગણી ફરી વળી છે.
હોળી-ધૂળેટીનાં તહેવારોને પગલે ભરૂચ એસ.ટી. વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે.
Advertisement