Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાખા ખાતેની વાલક ખાડીમાં કાર ખાબકતાં કાર ચાલક સહિત અન્ય એકનો આબાદ બચાવ.

Share

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાખા ખાતેની વાલક ખાડીમાં રાત્રિના બે વાગ્યે કાર ખાબકી હતી. વરાછા નજીક વાલક ખાડીની પાસે ભયજનક વળાંક આવેલો છે. કાર ચાલકએ વળાંક ન સમજી શક્યો હોય તેમ કાર વાલક ખાડીમાં ખાબકી હતી. જોકે,સદનસીબે કાર ચાલક સહિત અન્ય એકનો આબાદ બચાવ થયો હતો. એક્સિડન્ટ બાદ ખાડીમાંથી કાર ચાલક સહિતનો અન્ય એક વ્યક્તિ સલામત રીતે ઉગરી ગયાં હતાં. બાદમાં કારને ક્રેઈન મારફતે બહાર કાઢવામાં આવી હતી. વાલક ખાડી પર તંત્ર દ્વારા ખાડી પૂલ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કોઈ કામગીરી ન શરૂ કરવામાં આવતાં આ પ્રકારના એક્સિડન્ટ સર્જાઈ રહ્યાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ : બેંક ઓફ બરોડાના 116 માં સ્થાપના દિન નિમિત્તે મોસાલી બ્રાન્ચ દ્વારા ઉજવણી કરાઈ

ProudOfGujarat

નંદેલાવ ઓવરબ્રિજ પાસે ની ડંપીગ સાઈડ ના કચરા ના ઢગલા માથી મહિલા ની લાશ મળી..

ProudOfGujarat

ભરૂચ : ધારાસભ્ય મહેશ વસાવાએ આદિવાસી સમાજનાં પડતર પ્રશ્નોનું નિવારણ કરવા માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!