Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાંસી ગામ ખાતે દારૂનું દૂષણ અટકાવવા માટે મોટી સંખ્યામાં વાંસી ગામની મહિલાઓ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી.

Share

ભરૂચ જિલ્લામાં હજુ પણ બુટલેગરો બિંદાસપણે દેશી દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ દેશી દારૂના બુટલેગર દ્વારા એક વિડીયો ક્લિપમાં કબૂલાત કરી હતી કે આ મુદ્દે પોલીસને તેઓ હપ્તા આપી દારૂનો ધંધો કરવાની પરમિશન લે છે તો બીજી તરફ આમોદ તાલુકાના ગામે ૨૬મી જાન્યુઆરીના રોજ લોકોએ રેલી કાઢીને દારૂબંધી કરવાનું સુત્રોચ્ચાર કર્યા હતા કે પોલીસ હપ્તા લે છે તેવું જાહેરમાં કહ્યું હતું તો બીજી તરફ પોલીસ દેશી-વિદેશી દારૂનો ધંધો કરનારા ઉપર રેડ કરીને એકશન લઈ રહી છે તેવું જણાવ્યું હતું તો આજે ફરીવાર ભરૂચ તાલુકાના વાંસી ગામની મહિલાઓ તાલુકા પોલીસ મથક ખાતે દારૂ બંધ કરવા માટે રજૂઆત કરવા પહોંચી હતી.

મહિલાઓએ જણાવ્યું હતું કે ગામમાં છૂટથી દારૂ મળે છે બુટલેગરો બિંદાસ દારૂનો ધંધો કરે છે જેને લઇને હવે તો મહિલાઓ પણ દારૂ પીવા લાગી છે. યુવાનો પણ દારૂની લતે ચડી જાય છે, વૃદ્ધો પણ દારૂની લતે ચડી જાય છે એક પછી એક મોત થઈ રહયા છે. વિધવા મહિલાઓનું દર્દ કોઈ સાંભળવા તૈયાર નથી પોલીસ આવે છે અને બે દિવસ દારૂ બંધ કરાવીને ચાલી જાય છે પછી પાછો હપ્તો લઈને દારૂનો ધંધો ધમધમતો થઇ જાય છે ત્યારે હવે દારૂ બંધ નહીં થાય તો આંદોલન કરવાની ફરજ પડશે. આજે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકના પી.આઈ ને રજૂઆત કરી હતી

અને દારૂ કાયમ માટે બંધ કરાવી દેવાની રજૂઆત કરી હતી. વાંસી ગામની મહિલાઓની રજૂઆતને પગલે હાજર પોલીસ અધિકારી દ્વારા પણ ખાતરી આપી હતી કે દારૂ બંધ કરી દેવામાં આવશે દારૂ વેચનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ દારૂ વેચતો કે સપ્લાય કરતો ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા લોકજનશક્તિ પાર્ટીનાં ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ પરમારની નિમણૂક કરાઈ.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ્સનું વેચાણ યથાવત…

ProudOfGujarat

સુરત-ફાયર બ્રિગેડ વિભાગની 55 ડાઈંગ-પ્રિન્ટિંગ મિલને નોટિસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!