રાજસ્થાનના અજમેર સ્થિત સુપ્રસિદ્ધ હજરત ગરીબ નવાજના 808 માં ઉર્સની જ્યારે અજમેર શહેરમાં ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે ભરૂચના નાનકડા એવા માંચ ગામમાં પણ હજરત ગરીબ નવાઝના ઉર્સની દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા અનોખી રીતે ઉજવણી કરાય છે.
છેલ્લા 73 વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ પરંપરાગત રીતે યથાવત રહેવા પામી છે. જે અંતર્ગત રવિવારના રોજ માંચ ગામ ખાતે હજરત ગરીબ નવાઝના ઉર્સની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ગામના પાદરમાં આવેલા હોલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૂફી સંત મહેબૂબ અલી બાવા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ આલીમ સાહેબ દ્વારા સજરા શરીફનું પઠન કરાયું હતું. ત્યારબાદ ફાતેહા અને અંતમાં વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. ત્યારબાદ હોલમાં સામુહિક ભોજનનો કાર્યક્રમ પણ સંચાલકો દ્વારા યોજાયો હતો. જેમાં માંચના ગ્રામજનો સહિત આસપાસના ગામોના મુસ્લિમ સમુદાયના લોકોએ ભાગ લીધો હતો. ઉસ પ્રસંગે રંગબેરંગી રોશનીથી હોલને શણગારવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને માંચ ગામના યુવાનોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
ભરૂચનાં માંચ ગામમાં મુસ્લિમ સમાજ દ્વારા હઝરત ગરીબ નવાજના ઉર્સની શાનદાર ઉજવણી કરાઇ જેમાં સેંકડો લોકોએ ભાગ લઇ ધન્યતા અનુભવી હતી.
Advertisement