યોગી વિદ્યા મંદિર હાંસોટ શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી દરમિયાન ઉપસ્થિત નાયબ મામલતદાર મહેસુલ અલ્પેશ પરમાર દ્વારા ભારતનાં નાગરિક લોકતંત્રમાં નિરંતર શ્રદ્ધા વધે તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવી જીવનના સર્વાંગી વિકાસમાં બહોળો લાભ મેળવે તે હેતુસર યોગી વિદ્યા મંદિર હાંસોટ શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસની ઉજવણી કરવામાં આવી દરમિયાન નાયબ મામલતદાર મહેસુલ અલ્પેશ પરમાર દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત ન્યાયી તેમજ શાંતિ પૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવીશું તેમજ દરેક ચૂંટણી નિર્ભયતા પૂર્વક ધર્મ – વંશ – જ્ઞાતિ – જાતિ – ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારનાં પ્રલોંભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું. પ્રસંગે સર્કલ ઑફિસર ભરત પટેલ તથા શાળાનાં પ્રમુખ શ્રી હરેશ ભાઈ આચાર્ય પ્રજ્ઞા બેન તથા આચાર્ય નગીનભાઈ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. શાળાનાં શિક્ષક શ્રી હિતેશભાઈ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
યોગી વિદ્યા મંદિર હાંસોટ શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.
Advertisement