તાજેતરમાં ભરૂચ આયકર વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાનાં 1600 જેટલા ખેડૂતોને નોટિસો ફટકારી દીધી હતી. જેના વિરોધમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા સંમેલન યોજી આયકર વિભાગની કામગીરીનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો અને આગામી ગુરૂવારના રોજ આયકર વિભાગના કમિશનરને રૂબરૂ મળી આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. ભરૂચના ઝાડેશ્વર નિલકંઠેશ્વર મંદિર ખાતે બે હજાર જેટલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
અને આયકર વિભાગના નિર્ણયની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને આ અન્યાય કરી કામગીરીનો વિરોધ કરવા વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ સંમેલનમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ મહેન્દ્રસિંહ કરમાડીયા, પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા સહીતનાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement