ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે ભદ્રેશ વસાવાને નાચવા બાબતે કુંજન વસાવા સાથે ઝઘડો થયેલ તેમાં ભદ્રેશ વસાવાને કુંજલ વસાવાએ બે લાફા મારી દીધા હતા અને ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં ભદ્રેશને બચાવવા વચ્ચે પડેલા તેના મોટાના છોકરાને કુંજલે બીજા દિવસે તેના ઘરે આવી છાતીમાં ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના ગુના બાબતે ઝઘડિયા પોલીસે કુંજલ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.ગતરોજ ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે દિનેશભાઇ નટવરભાઈ વસાવાના ઘરે તેમની પુત્રીના લગ્ન હતા. લગ્નમાં ડી.જે વાગતું હોઈ ગામના જુવાનિયા નાચતા હતા. માલજીપુરા ગામનો ભદ્રેશ દેવનજી વસાવા, કરુણ વસાવા, રણજિત વસાવા, કુંજન વસાવા પણ નાચતા હતા. લગ્નમાં નાચતા સમયે ધક્કા મુક્કી થઇ હતી જેથી કુંજન વસાવા ભદ્રેશને ગમેતેમ ગાળો બોલી દૂરથી નાચ તેમ કહ્યું હતું જેથી ભદ્રેશે જણાવ્યું કે આ બધા નાચે છે એટલે હું પણ નાચું છું તેમ કહેતા કુંજન વસાવા ભદ્રેશ પર ગુસ્સે થઇ ગયેલ અને તેને બે લાફા મારી દીધા હતા અને ઝઘડો કરવા લાગેલ તેથી ભદ્રેશના પપ્પા અને તેના મોટાનો છોકરો રાકેશ ઠાકોરભાઈ વસાવા વચ્ચે પડી માર માંથી બચાવેલ. આજે સવારે ભદ્રેશ તેના મિત્રના ઘરની બહાર બેઠો હતો અને તેના મોટાનો છોકરો રાકેશ તેના મિત્ર નવીનના ઘરમાં ટીવી જોતો હતો તે સમયે કુંજન વસાવા ઘરમાં ગયેલ અને રાકેશને જણાવતો હતો કે તે મારી સાથે લગ્નમાં નાચવા બાબતે કેમ ઝઘડો કરે તેમ કહી ગમેતેમ ગાળો બોલી રાકેશ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. કુંજને રાકેશને ઘરની બહાર ખેંચી લાવી તેને છાતીના ભાગમાં ચપ્પુ મારી દીધું હતું. ચપ્પુનો ઘા થતા રાકેશ જમીન પર પડી ગયો હતો. રાકેશને ખાનગી વાહનમાં ઝઘડિયા સેવા રૂરલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા પરંતુ રાકેશને સારવાર મળે તે પૂર્વે જ તેને તબીબોએ મરણ જાહેર કર્યો હતો. ઘટના બાબતે ભદ્રેશ દેવનજી ભાઈ વસાવાએ કુંજન કેસુરભાઈ વસાવા રહે માલજીપુરા તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાના આરોપી કુંજનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે લગ્નમાં નાચવા બાબતે થયેલ મારામારીમાં બચાવવા વચ્ચે પડેલાને રીસ રાખી છાતીમાં ચપ્પુ ના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો.
Advertisement