Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાની MTZ કંપની ખાતે તપાસ કરતાં એક આઈસર ટેમ્પોમાં એક ઈસમને ભંગાર ભરતાં રંગેહાથ ઝડપી પાડતી એલ.સી.બી.પોલીસ.

Share

ઝઘડીયા પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી અનુસાર એલ.સી.બી. જયરાજભાઈ ભરતભાઈ કિશોરભાઈ ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે સમયે બાતમીદારોની બાતમી મળતા કે ઝઘડીયા GIDC ની MTZ કંપનીમાં એક આઈસર ટેમ્પો સાથે કેટલાક ઈસમો શંકાસ્પદ હાલતમાં છે. જે મળેલી બાતમી આધારે તપાસ કરતાં એક આઈસર ટેમ્પો હાજર ઈસમો ટેમ્પામાં ભંગારનો સામાન ભરી રહેલા હોય જેથી પ્રવૃત્તિ શંકાસ્પદ જણાય આવતા તેમને ઝડપી પાડવા દોડતા ટેમ્પો સાથે ઈસમો અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. તેમાંથી એક ઈસમને પકડી પાડવામાં સફળતા મળી હતી. ટેમ્પામાં તપાસ કરતાં લોખંડની ગએલો તથા લોખંડની ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ ગુનામાં પકડાયેલા ઈસમનું નામ પુછતા અનિલકુમાર ઉં. 21, રહે. શાંતિનગર,2 અંકલેશ્વર જે ઉત્તરપ્રદેશ હોવાનું જણાવ્યું હતું. આઈસર ટેમ્પો GJ-16-AU-6507 ભંગાર ભરેલો મુદ્દામાલ કુલ રકમ 4,12,500/- સાથે ઝડપી પાડયો હતો. આઈસર ટેમ્પાની કિંમત 3,00,000/- તેમજ લોખંડ ભંગારની કિંમત 1,10,000/- તથા 1 મોબાઇલની કિંમત 500/- સહીતનું કુલ રકમ 4,12,500/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં 1600 જેટલા ખેડૂતોને ઇન્કમટેકસ વિભાગ દ્વારા આપવામાં આવેલ નોટિસોના મામલે વિરોધ કરવા આજરોજ ભરૂચના ઝાડેશ્વર ખાતે ખેડૂત સમાજનું સંમેલન યોજાયું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

સુરતનાં ડભોલી ઓવરબ્રિજ પર એક ફોર વ્હીલ કારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!