ઝઘડિયાની સેવા રૂરલ એક સ્વૈચ્છીક સંસ્થા છે. જે છેલ્લા ૪૦ વર્ષથી ઝઘડિયા અને તેની આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. સેવા રૂરલનું મુખ્ય ધ્યેય છે કે મૂલ્ય આધારિત ગરીબોની સેવા, કાર્યકરોનો સ્વવિકાસ, અતિઆધુનિક સેવા અતિ ગરીબ દર્દીને પહોંચાડવા અથાર્ગ પ્રયત્નો કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રવૃતિઓનું અવલોકન કરીને ખાસ કરીને સુવાવડ વિભાગ (લેબર રૂમ) અને જનરલ ઓપેરશન થિએટરમાં અપાતી સેવાઓનું પદ્ધતિસર જુદાજુદા સ્તરોએ મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ મૂલ્યાંકનનો મુખ્ય હેતુ દર્દીઓને ગુણવત્તા સભર સારવાર આપવામાં આવે છે? તેની ક્વોલિટી કેવી છે અને પ્રોટોકોલ પ્રમાણે સારવાર થાય છે કે નહિ ? મૂલ્યાંકનમાં આ બધી સારવાર (પ્લેટિનમ સર્ટિફિકેટ) ૯૪% સાથે ખુબ સારી રીતે આપવામાં આવે છે એમ મૂલ્યાંકન થતા સેવા રૂરલને આખા દેશમાં સર્વપ્રથમ સ્વૈચ્છીક સંસ્થા તરીકે જાહેર થયેલ છે જે લેબર રૂમ ક્વોલિટી એસ્યોરન્સથી સર્ટિફાઈડ થયેલ છે.
ઝઘડિયાની સેવા રૂરલ ભારતની સર્વપ્રથમ પ્રમાણિત સ્વૈચ્છીક સંસ્થા બની.
Advertisement
1 comment
Good work go ahead