ઝઘડીયા તાલુકામાં ચોરીના બનાવોનો ગ્રાફ વઘુ બનવા પામ્યો છે. ઝઘડીયા તાલુકામાં છેલ્લા એક મહીનાથી ચોરીના બનાવો બનતા જાય છે પરંતુ પોલીસ તંત્ર હળવાશથી લઇ રહી છે. ઝઘડીયા તાલુકામાં છેલ્લા કેટલા દિવસોથી ચોર ટોળકી સક્રિય બની છે અને કેટલી ચોરીના બનાવોને અંજામ આપી ચુકી છે. તંત્ર હાલમાં આરામ ના મુંડમાં હોઇ તેમ લાગ રહ્યુ છે. ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા,ઉમલ્લા,રાજપારડી પોલીસ મથકમાં પોલીસ તંત્ર દ્વારા હાલમાં ઉચ્ચ અઘિકારીઓને પોતાની કામગીરી બતાવવા દારૂ પીઘેલા અને નાના મોટા દેશી દારૂના કેસો કરવામાં વ્યસ્ત છે. ત્યારે બનતા જતા ચોરીના બનાવોથી પોલીસ તંત્ર વહેલી તકે જાગે તે હવે જરૂરી બન્યું છે. ગત ૨૫મી એ રાણીપુરા ગામેથી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 20 તોલાના સોનાના ઘરેણાં ચોરી કરી ગયા હતા. ઝઘડિયા પોલીસ દ્વારા ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, ડોગ સ્ક્વોડ, મોબાઈલ નેટવર્ક એક્સપર્ટને બોલાવી તસ્કરોને ઝડપી લેવા તપાસ આરંભી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારમાંથી શકમંદોને પણ તપાસ્યા હતા પરંતુ ત્યારબાદ પોલીસ વધુ કઈ સફળતા મેળવી શકી નથી. રાણીપુરાની ચોરી બાદ ત્રીજા દિવસે ઝઘડિયાની મારુતિ રેસિડન્સી સોસાયટીમાં રાણીપુરાની ચોરીને જેમ જ બંધ મકાનનુ તાળું તોડી સાત તોલાથી વધુ સોનાના ઘરેણાં ચોરી થયા હતા. અહીં પણ ઝઘડિયા પોલીસે જોર શોરમાં તપાસ આરંભી હતી પરંતુ ચોરીની આ ઘટનામાં પણ પોલીસને ચોરોના કોઈ સગડ મળ્યા હોઈ તેમ લાગતું નથી. આ બંને ચોરીની મોટી ઘટનામાં ઝઘડિયા પોલીસ જેટલી ગાજી એટલી વરસી નહિ તેમ લાગી રહ્યું છે. સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
ઝઘડિયા પોલીસ મથકની હદમાં થયેલ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ ચોરો કરતા પાછળ.
Advertisement