અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. ઘટક માંડલમાં કૃમિનાશક દીન ઉજવણી નિમિતે તાલુકા હેલ્થ ઓફિસર દીપકભાઈ, સી.ડી.પી.ઓ મીતાબેન જાની, મુખ્ય સેવિકા આયેશાબેન મુલતાની ઉપસ્થિતિમાં માંડલ આંગણવાડી કેન્દ્ર-૨, ૫ અને ૮ પર લાભાર્થીને કૃમિ નાશક મેડીશીન આપવામાં આવી હતી. સી.ડી.પી.ઓ મીતાબેન જાનીએ જણાવ્યું હતું કે, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ માંડલ તાલુકામાં “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી. આ કામગીરીને સઘન વેગ આપવા ઘટક માંડલની ૯૭ આંગણવાડી કેન્દ્રમાં કૃમિનાશક દીન ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી અને કૃમિથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ
Advertisement