ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે લોકો હવે ગરમીથી રાહત મેળવવા માટે પંખા બાદ એ.સી., કુલર સહિતનાં સાધનોનો ઉપયોગ કરશે જેને પગલે વીજ લોડ વધશે. ત્યારે લોકો આવા ઉપકરણ ચલાવવા માટે સીધી જ વીજ જોડાણ કરી અને વીજ મીટર સાથે ચેડાં કરીને વીજ બિલ ઓછું આવે તેવી મથામણ કરશે. જયારે આજે DGVCL કંપની દ્વારા આવી જ રીતે વીજ ચોરી કરતાં વીજ ચોરોને ઝડપી લેવા માટે ભરૂચ તાલુકાનાં ગ્રામીણ વિસ્તારો દહેગામ સહિત આજુબાજુનાં ગામોમાં પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Advertisement