ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોરની દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૭ માર્ચ શનિવારના રોજ મનાવવામાં આવશે.તા.૬ માર્ચ અને શુક્રવારના રોજ પરંપરાગત સંદલ ચઢાવવામાં આવશે.સંદલના દિવસે રાત્રે સીદી ધમાલનો કાર્યક્રમ યોજાનાર છે.ઉર્સના દિવસે સબ્બીર બરકાતીનો નાત શરીફનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.ઉપરાંત ઉર્સના બીજા દિવસે તા.૮ મીના રોજ રાત્રે કવ્વાલીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.બાવાગોર આવવા માટે રતનપુર રાજપારડી અને ઝઘડીયાથી વાહનોની સગવડ મળે છે.ઉલ્લેખનીય છે કે હાલમાં યોજાનાર આ ઉર્સ ૭૮૭ મો વાર્ષિક ઉર્સ છે.હઝરત બાવાગોરની દરગાહ ભારતભરના શ્રધ્ધાળુઓ માટે પરમ આસ્થાનું પ્રતિક છે.આ સુફી સંતની દરગાહે દરરોજ પણ બહોળી સંખ્યામાં જનતા દરગાહના દર્શનાર્થે આવે છે.દર ગુરુવારે અને રવિવારે દરગાહે મોટું માનવ મહેરામણ ઉમટે છે.ભારતના પ્રસિદ્ધ સુફી આસ્તાનાઓમાં હઝરત બાવાગોરની દરગાહની ગણના થાય છે.વર્ષમાં બે વાર દરગાહે ભવ્ય મેળાઓનું આયોજન થાય છે.દરગાહના વાર્ષિક ઉર્સ ઉપરાંત દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ)વધાવવાના દિવસે પણ ભવ્ય મેળો ભરાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ