અંકલેશ્વર શહેરનાં સુપ્રસિદ્ધ કોમી એકતાનાં પ્રતીક સમાન અંકલેશ્વર શહેરનાં શહેનશાહ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી (રહેમતુલ્લાહ અલયહે) નો ૪૩૬મો સંદલ શરીફ અને ઉર્સ શરીફ વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદ સાદતો તથા હજારો અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ સજ્જાદાનશીન હઝરત મન્સૂર અલી ઇનામદાર સાહેબ, ડો. ફરહદ ઇનામદાર સાહેબ, સૈયદ હઝરત અબ્દુલ કાદિર બાવા ઉર્ફે છોટુ બાવા સાહેબ, સૈયદ મોઇનબાવા સાહેબ, સૈયદ રફીઉદ્દીન પીરઝાદા સાહેબ, સૈયદ ગ્યાસૂદ્દીન બાવા સાહેબ, સૈયદ ઝૈનુલ આબેદીન બાવા સાહેબ, સૈયદ મુનવ્વર બાવા સાહેબ, સૈયદ અરશદ બાવા સાહેબ, સૈયદ શમશાદ અલી બાવા સાહેબ, સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબ, સૈયદ આરીફ બાવા સાહેબ, સૈયદ અતિક બાવા સાહેબ, સૈયદ આમિર બાવા સાહેબ, સૈયદ નાસિર બાવા સાહેબ, સૈયદ જમાલઉદ્દીન બાવા સાહેબ, સૈયદ સફી બાવા સાહેબ, સૈયદ કાદરી રફીક બાવા સાહેબ, વિગેરે સાદતોના મુબારક હાથોથી સંદલ શરીફ દુરૂદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અને હઝારો અકીદાતમંદોની હાજરીમાં ઉર્સ શરીફ ઉજવવા આવ્યું હતું, ઉર્ષના દિવસે વિવિધ કોમના લોકોએ નિયાઝ (મહાપ્રસાદી)નો લ્હાવો માણી ધન્યતા અનુભવી હતી, આ પ્રસંગે તમામ સૈયદ સાદાતો દ્વારા કોમી એકતા અને ભાઈચારો તથા દેશની ઉન્નતિ માટે દુઆઓ કરવામાં આવી હતી, આ કાર્યક્રમને સફળ બનાનવવા વહીવટીતંત્ર, પોલીસતંત્ર, નગરપાલિકા દ્વારા સંપૂર્ણપણે સહયોગ આપવામાં આવેલ જે બદલ ઉર્સ કમિટી દ્વારા તમામ નામી અનામી લોકોને આભાર માનવામાં આવેલ, અંકલેશ્વર શહેર દરગાહ શરીફના તમામ વિસ્તારમાં રોશનીમય વાતાવરણ ઉભું કરેલ, આ સંદલ શરીફ તથા ઉર્ષ શરીફમાં કસ્બાતિવાડ યંગ કમિટી, કાગદીવાડ યંગ કમિટી, ભાટવાડ યંગ કમિટી, સેલરવાડ યંગ કમિટી, વિવિધ કમિટીઓ દ્વારા ઉર્ષ શરીફને સફળ બનાવવામાં સંપૂર્ણપણે સહયોગ આપેલ, આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો જનાબ સિકંદર ભાઈ ફડવાલા, પીનનું બાલા, સાનું મિર્ઝા, મુઝુ મિર્ઝા, લાલા ઘંટીવાળા, ફિરોઝ મુલ્લા, શકીલ લાકડાવાળા, યુનુસ પટેલ, ફારૂક શેખ, કાલુ મલેક, વિગેરે ઉપસ્થિત રહી હઝારોની માનવમેદનીને માર્ગદર્શક બન્યા હતા, સાદિક ભાઈ મુજવાર ગુલરેજ કાનૂગા વિગેરે મજાર શરીફ પર ઉપસ્થિત રહ્યા હતા, હઝારોની માનવમેદની વચ્ચે આ સંદલ શરીફ તથા ઉર્સ શરીફ શાંતિમય રીતે પસાર થયેલ હોવાથી સંચાલન સમિતિના તમામ આયોજકોએ અંકલેશ્વર શહેરનો આભાર માન્યો હતો.
અંકલેશ્વર : હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી (રહેમતુલ્લાહ અલયહે) નો ૪૩૬ મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની દબદબાભેર ઉજવણી કરવામાં આવી.
Advertisement