ભરૂચ જિલ્લામાંથી ખડખડ વહેતી નર્મદા નદીમાં ખારાશમાં વધારો થતાં ડેમમાંથી પાણી છોડવા માટે આંદોલન થયા આવેદનપત્ર અપાયા જે તે સમયે મંત્રીએ અને મુખ્યમંત્રીના કાળા વાવટા બતાવવામાં આવ્યા ત્યારબાદ ખારાશને અટકાવવા માટે ભરૂચના ભાડભૂત ગામ કે જ્યાં નર્મદા નદી અને દરિયાનું મિલન થાય છે તે જગ્યા ઉપર રાજ્ય સરકાર દ્વારા કોઝવે બનાવવાનું નક્કી કર્યું છે જેને ભાડભૂત બેરેજ યોજના તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારે આનો વિરોધ સૌ જગ્યાએ થઈ રહ્યો છે ત્યાં આજે ગુજરાત રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવતા તેમાં નાણામંત્રી અને રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભાડભૂત બેરેજ યોજનાની ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે આના માટે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ રજૂઆતો કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
Advertisement